30% OFF
30% OFF
આનંદ લહેર -  ઇચ્છો એ મેળવો (Anand Lahar, Gujarati Edition)
આનંદ લહેર -  ઇચ્છો એ મેળવો (Anand Lahar, Gujarati Edition) આનંદ લહેર -  ઇચ્છો એ મેળવો (Anand Lahar, Gujarati Edition)
30% OFF
આનંદ લહેર -  ઇચ્છો એ મેળવો (Anand Lahar, Gujarati Edition)આનંદ લહેર -  ઇચ્છો એ મેળવો (Anand Lahar, Gujarati Edition)

આનંદ લહેર - ઇચ્છો એ મેળવો (Anand Lahar, Gujarati Edition)

Special Price ₹  203 Regular Price ₹  290
- +

Dispatch update: Essentials will be dispatched in 2-3 days, all other products may take upto 8 days for dispatch

Van

Free shipping above Rs 950

Van

Within 24-48 hours Fast Dispatches

EMI

Secure Payments

shipping

Product of India

shipping

Holistic Well-being

Product Details

કામ-વાસનાની તીવ્ર ઈચ્છાથી છુટકારો કઈ રીતે મેળવું?

સદ્‍ગુરુ: આપણે હંમેશા કોઈને કોઈ વસ્તુથી છુટકારો મેળવવા વિષે વિચારતા હોઈએ છીએ. તમે બળપૂર્વક અને જબરદસ્તીથી કોઈ વસ્તુથી છુટકારો નથી મેળવી શકતા. જો તમે કોઈ વસ્તુને જબરદસ્તીથી છોડવાનો પ્રયત્ન કરો તો તે કોઈ બીજા રૂપમાં ઉભરીને સામે આવશે અને તમારી અંદર કોઈ બીજો વિકાર ઉત્પન્ન કરશે. જો તમે કોઈ વસ્તુને છોડવાનો પ્રયત્ન કરશો તો તે વસ્તુ સંપૂર્ણપણે તમારા મન અને તમારી ચેતના પર હાવી થવા લાગશે. જો કોઈ તમને કહે કે, “આ ખરાબ વસ્તુ છે, આને છોડી દો.તો શું તમે ખરેખર તેને છોડી દેશો? પરંતુ જો તમે તેનાથી કોઈ મોટી વસ્તુનો સ્વાદ ચાખી લો તો શું કોઈએ તમને આ વસ્તુ છોડવા માટે કહેવું પડશે? તો તે આપમેળે જ છૂટી જશે. તેથી તમારે તમારા જીવનનો થોડો સમય અમુક જરૂરી વસ્તુઓ કરવામાં લગાવવો જોઈએ જેથી એક મોટી સંભાવના તમારા જીવનમાં એક વાસ્તવિકતા બની જાય.

Product Description

જીવનનાં અનેક પાસાંઓ છે - પરિવાર, સંબંધો, શિક્ષણ કારકિર્દી, સ્વાથ્ય, રોજગાર અને ન જાણે કેટલીય એવી બાબતો, જેના પર આપણો આનંદ અને સફળતાનો આધાર હોય છે. સમયના વહેણમાં વહેતા આપણે, તેમાં ક્યાંકને ક્યાંક ગૂંચવાતા, અટકતા અને લડખડાતા રહીએ છીએ. જીવનસાગરમાં એવી પણ લહેરો ઉઠે છે, જેની ઝપટમાં આવીને આપણે લગભગ ડૂબવા લાગીએ છીએ. ત્યારે આપણને ખોજ હોય છે એક નાવનીએક નાવિકની જે આપણને ભવસાગર પાર કરાવી દે. આ પરિસ્થિતિમાં કોઈ એવું મળી જાય કે જે આપણને માત્ર માર્ગ જ ન બતાવે, પણ આપણી નિરાશાને જ પ્રેરણા બનાવી દે, આપણાં દુઃખદર્દને જ આનંદમાં બદલી નાખે, અને મુશ્કેલીઓથી ભરેલી આપણી જીવનધારામાં આનંદની લહેર વહાવી દે, તો તમે શું કહેશો ?
સદ્ગુરુ એવી વ્યક્તિ છે, જે માત્ર આધ્યાત્મની જ ચર્ચા નથી કરતા, પરંતુ જીવનની દરેક પરિસ્થિતિ વિષે એવો અભિપ્રાય બતાવે છે, કે જે આપણી અંદર સ્પષ્ટતા લાવે છે, આપણી જીવનનૌકાને વમળમાંથી બહાર લાવે છે. આ વમળ એ જ છે, જેમાંથી આપણે બધાએ ક્યારેક તો પસાર થવું પડે છે. સ્વાભાવિક છે કે આપણા બધાની પરેશાનીઓ લગભગ એક જેવી જ હશે, સદ્ગુરુ-સિન્ધ સમુદ્રમાંથી ઉઠેલી આનંદની કેટલીક લહેરોને તમારા સુધી પહોચાડવાનો પ્રયત્ન છે આ પુસ્તક. પૂરો વિશ્વાસ છે કે આ લહેરો - આનંદની લહેરો તમારા અત:કરણને સ્પર્શશે અને તમને આનંદથી તરબોળ કરી દેશે.

સદ્ગુરુ આપણે સદીઓથી જુદા જુદા ધર્મ, ગ્રંથો કે સંતો પાસેથી જે વાતો સાંભળતા આવ્યા છીએ, તે જ વાતોને ફરીથી નથી કહેતા. તેઓ જે પણ વિષય પર બોલે છે તેમાં તેમના જ્ઞાન અને અનુભવનો ઊંડાણ સાથે આધુનિકતા અને વિજ્ઞાનનો પણ સમન્વય હોય છે. દરેક વિષયના મૂળ સુધી જઈને પોતાના અનુભવમાં ઉતાર્યા પછી જ, તેને તેઓ બીજાની સાથે વહેચે છે. વિશ્વશાંતિ અને આનંદમય દુનિયાની દિશામાં અવિરત કાર્ય કરતા રહેતા સદ્ગુરુના રૂપાંતરણકારી કાર્યક્રમો દ્વારા દુનિયાના કરોડો લોકોને નવી દિશા મળી છે.

 

More Information

More Information
SKU:ME0010001700

Proceeds from Isha Life are used to bring well-being to people and communities.